ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને તેના મુખ્યમથકના નામ



ગુજરાત કે જેની સ્થાપના 1લી મે, 1960 ના રોજ થઈ હતી. સ્થાપના સમયે ગુજરાત માં કુલ જિલ્લા(District) ની સંખ્યા માત્ર 17 હતી જે અત્યારે જુદા જુદા 6 વિભાજન થયા બાદ 33 સુધી પહોચી ગયી છે.હાલ ગુજરાતમાં 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં છે. આજના આ લેખમાં અમે આપને ગુજરાતના તમામ જિલ્લાની સ્થાપના ક્યારે થઈ અને તેનું મુખ્ય મથક કયું છે તેની માહિતી પ્રદાન કરીશું.

ગુજરાતના 33 જિલ્લા અને તેના મુખ્ય મથકનું લિસ્ટ

ગુજરાત રાજ્યમાં હાલ કુલ 33 જિલ્લા છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

ગુજરાત ના જિલ્લા ના નામજિલ્લાનું વડુ મથકસ્થાપના વર્ષ
અમદાવાદઅમદાવાદ1960
અમરેલીઅમરેલી1960
આણંદઆણંદ1997
અરવલ્લીમોડાસા2013
બનાસકાંઠાપાલનપુર1960
ભરૂચભરુચ1960
ભાવનગરભાવનગર1960
બોટાદબોટાદ2013
છોટાઉદેપુરછોટાઉદેપુર2013
દાહોદદાહોદ1997
ડાંગઆહવા1960
દેવભૂમિ દ્વારકાખંભાળિયા2013
ગાંધીનગરગાંધીનગર1964
ગીર સોમનાથવેરાવળ2013
જામનગરજામનગર1960
જુનાગઢજુનાગઢ1960
કચ્છભુજ1960
ખેડાનડિયાદ1960
મહીસાગરલુણાવાડા2013
મહેસાણામહેસાણા1960
મોરબીમોરબી2013
નર્મદારાજપીપળા1997
નવસારીનવસારી1997
પંચમહાલગોધરા1960
પાટણપાટણ2000
પોરબંદરપોરબંદર1997
રાજકોટરાજકોટ1960
સાબરકાંઠાહિંમતનગર1960
સુરતસુરત1960
સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર1960
તાપીવ્યારા2007
વડોદરાવડોદરા1960
વલસાડવલસાડ1966